Monday, September 26, 2022
દારૂ બંધ કરવો હોય તો શું કરવું ?
દારૂની આદતમાં ફસાયા પછી એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે.
જૂની સોબત, જલદીથી છૂટી નથી શકતી અને દારૂને લીધે તન - મન - ધન અને કુટુંબથી ખુવાર થઇ ગયેલ માળસને ફરીથી નોર્મલ જિંદગી શરૂ કરતાં કરતાં આંખે પાણી આવી જાય છે.
દારૂના વ્યસનીએ વ્યસનને કાયમ માટે તિલાંજલી આપવી હોય તો માત્ર દારૂ પીવાનું બંધ કરવાથી એ કામ શક્ય નહીં બને.
દારૂ બંધ કરવાની સાથે સાથે જ અથવા એ પહેલાંથી જીવનની ગુણવત્તા સુધારવા માટેનાં ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જાકારો આપવા માટે અતિઆવશ્યક છે.
વ્યસનમુક્તિને પરિણામે શારીરિક, માનસિક, સામાજિક સ્વાસ્થ્યનું પુનઃનિર્માણ થવું જ જોઇએ.
જો આ દરેક જાતની સ્વાસ્થ્યપ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવે તો થોડાક જ વખતમાં દારૂનું વ્યસન પાછું ચાલુ થઇ જાય છે.
આમ , કાયમી વ્યસનમુક્તિ માટે દારૂ છોડવાની સાથોસાથ જ નીચેની બાબતોનો અમલ કરવો જરૂરી છે.
શારીરિક સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
જીવનને મૂલ્યનિષ્ઠ બનાવવું.
સમયસર કામ પર જવું.
દૈનિક કાર્યક્રમનું સમયબદ્ધ આયોજન રાખવું.
જાતની ઓળખ સુધારવી - સ્વમાની બનવું.
જવાબદારી સ્વીકારીને નિભાવવી.
વધુ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક આહાર ખાવો.
નિયમિત ઊંઘ લેવી.
કુટુંબ સાથે વધુ સમય ગાળવો.
કુટુંબનો આધાર બનવા પ્રયત્ન કરવો.
દારૂ બંધ કરવાની સાથે સાથે જ જીવનની ગુણવત્તા સુધારવા માટેના ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જાકારો આપવા માટે અતિઆવશ્યક છે.
Subscribe to:
Post Comments (Atom)
લોભી સિંહની વાર્તા
લોભી સિંહની વાર્તા ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તેણે અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડીવાર શોધ્યા પ...
-
દારૂની આદતમાં ફસાયા પછી એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. જૂની સોબત, જલદીથી છૂટી નથી શકતી અને દારૂને લીધે તન - મન - ધન અને કુટુંબથી ખુવાર...
-
એક ખેડૂત હંમેશા એક કિલો માખણ બેકરીમેનને વેચતો હતો. તે ખેડૂત હંમેશા સવારે તે બેકરીમાં આવતો અને તેને એક કિલો માખણ આપતો. એકવાર બેકરે વિચાર્યું ...

No comments:
Post a Comment