Tuesday, September 27, 2022

દારૂ છોડવાથી તાત્કાલિક ઉદ્ભવતી નાની મોટી તકલીફો


લાંબા સમય સુધી દારૂનું વ્યસન થઇ ગયા પછી દારૂ પીવાનું અચાનક બંધ કરી નાંખવાથી


હાથ - પગમાં ધ્રુજારી

હૃદયના ધબકારા ઝડપથી ચાલવા

શરીર ગરમ લાગવું

ઊંઘ ન આવવી

ખરાબ સ્વપ્ન આવવા

ચિંતા થવી

અચાનક ગભરાટ થવો અને પેટમાં ગરબડ થવી વગેરે લક્ષણો જોવા મળે છે

આ બધાં લક્ષણોની શરૂઆત દારૂ બંધ કર્યા પછી દશેક ક્લાકમાં થઇ જાય છે

લક્ષણોની તીવ્રતામાં શરૂઆતના બે દિવસ વધારો થયા કરે છે અને ચોથે - પાંચમે દિવસે તીવ્રતા ઘટવા લાગે છે.

ચિંતા અને અનિદ્રાની તકલીફ ક્યારેક મહિનાઓ સુધી ચાલુ રહે છે

કેટલાંક દર્દીઓમાં દારૂ છોડવાથી ભારે માનસિક લક્ષણો જણાય છે જેમાં દર્દીને જાતજાતની બિહામણી ભ્રમણાઓ થયા કરે છે અને મનમાં ભારે ગૂંચવાડો રહે છે

બહુ ભાગ્યે જ દારૂ બંધ કરવાને કારણે ખેંચ આવે એવું પણ બનતું હોય છે

અહીં દારૂ છોડવાથી ઉદ્ભવતી તક્લીફોની યાદી આપી છે જે દારૂ છોડવાની ઇચ્છા ધરાવનારાઓ એ ધ્યાનમાં રાખી આમાંથી કોઇ લક્ષણો જણાય તો ખોટો ગભરાટ ન કરવો જોઇએં

હતાશા ( આપધાતના વિચારો )

જાતીય ઇચ્છાનો અભાવ

હાથ - પગમાં ઝણઝણાટી થાય ખાલી ચઢે / બળતરા થાય

હાથ - પગ ધ્રૂજે

બેચેની, અશક્તિ

ભૂખ મરી જવી ( પેટમાં - કુંપળીમાં બળતરા / દુખાવો; ઊલટી - ઊબકા; ખાટા ઓડકાર )

અનિદ્રા, ચિંતા

ચકકર - અસંતુલન

માથું દુઃખે

ચિત્તભ્રમ ( જયાં કંઇ ન હોય ત્યાં જાતજાતનું કંઈક દેખાય અને ન હોય ત્યાં અવાજ સંભળાય; ચામડી પર કંઇક ચાલતું હોય એવો ભ્રમ થાય )

યાદ ન રહે, એકાગ્રતાનો અભાવ

વધુ પડતી લાગણીશીલતા અથવા કયારેક લાગણીશૂન્યતા

શારીરિક અવયવોના સંક્લનનો અભાવ

ચીડિયાપણું, વધુ પડતો ગુસ્સો દર

Monday, September 26, 2022

દારૂ બંધ કરવો હોય તો શું કરવું ?


દારૂની આદતમાં ફસાયા પછી એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે.

જૂની સોબત, જલદીથી છૂટી નથી શકતી અને દારૂને લીધે તન - મન - ધન અને કુટુંબથી ખુવાર થઇ ગયેલ માળસને ફરીથી નોર્મલ જિંદગી શરૂ કરતાં કરતાં આંખે પાણી આવી જાય છે.

દારૂના વ્યસનીએ વ્યસનને કાયમ માટે તિલાંજલી આપવી હોય તો માત્ર દારૂ પીવાનું બંધ કરવાથી એ કામ શક્ય નહીં બને.

દારૂ બંધ કરવાની સાથે સાથે જ અથવા એ પહેલાંથી જીવનની ગુણવત્તા સુધારવા માટેનાં ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જાકારો આપવા માટે અતિઆવશ્યક છે.

વ્યસનમુક્તિને પરિણામે શારીરિક, માનસિક, સામાજિક સ્વાસ્થ્યનું પુનઃનિર્માણ થવું જ જોઇએ.

જો આ દરેક જાતની સ્વાસ્થ્યપ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવે તો થોડાક જ વખતમાં દારૂનું વ્યસન પાછું ચાલુ થઇ જાય છે.

આમ , કાયમી વ્યસનમુક્તિ માટે દારૂ છોડવાની સાથોસાથ જ નીચેની બાબતોનો અમલ કરવો જરૂરી છે.

શારીરિક સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

જીવનને મૂલ્યનિષ્ઠ બનાવવું.

સમયસર કામ પર જવું.

દૈનિક કાર્યક્રમનું સમયબદ્ધ આયોજન રાખવું.

જાતની ઓળખ સુધારવી - સ્વમાની બનવું.

જવાબદારી સ્વીકારીને નિભાવવી.

વધુ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક આહાર ખાવો.

નિયમિત ઊંઘ લેવી.

કુટુંબ સાથે વધુ સમય ગાળવો.

કુટુંબનો આધાર બનવા પ્રયત્ન કરવો.

દારૂ બંધ કરવાની સાથે સાથે જ જીવનની ગુણવત્તા સુધારવા માટેના ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જાકારો આપવા માટે અતિઆવશ્યક છે.

Sunday, September 25, 2022

દારૂડિયા બનવાની પ્રક્રિયાના તબકકાઓ

 - શરૂઆતમાં દારૂના વ્યસનને કારણે માનસિક આનંદ મળે છે.


- દારૂ સંબંધિત વાતો ચર્ચા મિત્રવર્તુળમાં થયા કરે.

- ત્યારબાદ દારૂની અસર હેઠળ વ્યક્તિ કેટલીક વર્તણૂક કરે છે જે તેને જરા પણ યાદ રહેતી નથી.

- એ પછી આખો દિવસ દારૂ પીવાના વિચારો આવ્યા કરે છે.

- કયારે જલદી સાંજ પડેને દારૂ મળે ?

- દારૂ માટે કોની પાસેથી પૈસા મળશે ?

- દારૂ સંબંધિત વાત કરવાનું ટાળવા લાગે.

– જાત પરના નિયંત્રણનો સંપૂર્ણ અભાવ.

- કોઇ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઇ પણ પ્રસંગે દારૂ પીવાની ઇચ્છા અને એનો અમલ થાય.

- દારૂ પીવા માટેનાં બહાનાં અને કારણો ( દા.ત. દુ : ખી લગ્ન જીવન; ટેન્શન, મિત્રવર્તુળનું દબાણ ) આગળ ધરવામાં આવે.

- દારૂ છોડવાના વ્યર્થ પ્રયત્નો.

-થોડા સમય માટે દારૂ બંધ કરવાનો આવેશ અને પછી હતા ત્યાં ને ત્યાં.

- ઓછી તીવ્રતાવાળો દારૂ પીવાના વ્યર્થ પ્રયત્ન.

- દિવસોના દિવસો સુધી માત્ર દારૂ જ પીવો.

- ખાવું પીવું કે અન્ય કોઇ સામાજિક – વ્યાવસાયિક કામ ન કરવું.

- આવક બંધ થઇ જવાથી જૂઠું બોલીને; ચોરી કરીને કે કોઇ પણ ગેરકાનુની રસ્તા લઇને દારૂ મેળવવાનો પ્રયત્ન.

- કુટુંબીજનો, પત્ની, મિત્રો વગેરે સામે શંકાશીલ બની જવું.

- પોતાની સામે કોઈ કાવતરું ઘડાઇ રહ્યું છે એવું લાગ્યા કરવું.

- ચાલવા, ઉઠવા, બેસવામાં લથડીયાં ખાવાં.

- સંપૂર્ણ માનસિક અસ્વસ્થતા.

- લિવરની કે પેટની અન્ય બીમારી અને સંપૂર્ણ શારીરિક અસ્વસ્થતા.

- મૃત્યુ.

Friday, September 9, 2022

સંકલ્પ

જેનામાં દ્રઢ સંકલ્પ છે તે માણસ ધાર્યું પરિણામ લાવી શકે છે.

શરૂઆત નાના નાના સંકલ્પો કરવાથી કરો અને એને ચુસ્તપણે વળગી રહો.

આજે મારે એકવાર પણ જુઠું બોલવું નથી.

આજે મારે કોઈનાય પર ગુસ્સે થવું નથી.

વગેરે જેવા નાના નાના સંકલ્પો મનમાં કરો.

તમારી આટલી નાનકડી સિદ્ધિ તમને ધીરેધીરે તમારા ગોલ સુધી લઈ જશે.

Sunday, September 4, 2022

ખરાબ વિચાર લાવો નહીં


જેમ કોઈ કૂતરો કે ગધેડું આપણા ઘરમાં પ્રવેશ કરવા આવે ત્યારે આપણે તરત જ બારણું બંધ કરી દઈએ છીએ. તેવી જ રીતે કોઈ પણ ખરાબ વિચાર તમારા મનમાં પ્રવેશ કરી મગજ ઉપર ખરાબ છાપ પાડે તે પહેલાં જ તેને મનમાં આવતો અટકાવી દો. આથી તમે થોડા સમયમાં જ જ્ઞાની થશો.


લોભ અને અહંકાર દૂર કરો. માત્ર સારા વિચારોને જ મનમાં સ્થાન આપો. આ કાર્ય ટેકરી પર ચડવા જેવું મુશ્કેલ છે. પણ તે કાર્ય જ છૂટકો છે. થોડા સમય બાદ તમે તમારા પ્રયાસમાં સફળ થશો.


એક ખરાબ વિચારને દાબી દેવામાં સફળ થતાં બીજા દુષ્ટ વિચારોને નાશ કરવાનું બળ તમારામાં ઉત્પન્ન થશે.


સારો સંકલ્પ પૂર્ણ કરવામાં તમે નિષ્ફળ જાઓ તો પણ કદી નિરાશ થાઓ નહીં. પરસેવો ઉતાર્યા વિના મેવો મળે નહિ. ધીમે ધીમે તમને અનુભવ થવા માંડશે.

લોભી સિંહની વાર્તા

    લોભી સિંહની વાર્તા ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તેણે અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડીવાર શોધ્યા પ...