Sunday, September 4, 2022

ખરાબ વિચાર લાવો નહીં


જેમ કોઈ કૂતરો કે ગધેડું આપણા ઘરમાં પ્રવેશ કરવા આવે ત્યારે આપણે તરત જ બારણું બંધ કરી દઈએ છીએ. તેવી જ રીતે કોઈ પણ ખરાબ વિચાર તમારા મનમાં પ્રવેશ કરી મગજ ઉપર ખરાબ છાપ પાડે તે પહેલાં જ તેને મનમાં આવતો અટકાવી દો. આથી તમે થોડા સમયમાં જ જ્ઞાની થશો.


લોભ અને અહંકાર દૂર કરો. માત્ર સારા વિચારોને જ મનમાં સ્થાન આપો. આ કાર્ય ટેકરી પર ચડવા જેવું મુશ્કેલ છે. પણ તે કાર્ય જ છૂટકો છે. થોડા સમય બાદ તમે તમારા પ્રયાસમાં સફળ થશો.


એક ખરાબ વિચારને દાબી દેવામાં સફળ થતાં બીજા દુષ્ટ વિચારોને નાશ કરવાનું બળ તમારામાં ઉત્પન્ન થશે.


સારો સંકલ્પ પૂર્ણ કરવામાં તમે નિષ્ફળ જાઓ તો પણ કદી નિરાશ થાઓ નહીં. પરસેવો ઉતાર્યા વિના મેવો મળે નહિ. ધીમે ધીમે તમને અનુભવ થવા માંડશે.

No comments:

Post a Comment

લોભી સિંહની વાર્તા

    લોભી સિંહની વાર્તા ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તેણે અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડીવાર શોધ્યા પ...